
first glimpse of vijayvilas palace of mandvi
મિત્રો(મોદીસહેબે demonetization ની speech “મિત્રો” શબ્દ થી શરૂ કરેલી, એ પછી મિત્રો શબ્દ તરીકે બહુ વગોવાઇ ગયેલો …..ત્યાં સુધી કે હમણા મોદી સાહેબ પોતે “મિત્રો” શબ્દ વાપરતા નથી, “ભાઈઓ અને બહેનો” થી જ ચલાવે છે…..પણ આપણે તો હજી “મિત્રો” ચાલે છે.) , હમણા અમારા મિત્ર કૌશિક-કિંજલને ત્યાં ઘર(માંડવી-kutchh) ના વાસ્તા માં જવાનું થયું. આમ તો એને ઘર કરતા મહેલ કહેવો જ વધારે યોગ્ય છે. મહેલ જેવા concept થી જ આખું planning થયેલું. એવા જ દીવાનખંડ થી માંડી ને શયનખંડ, વચ્ચે ચોક તો ખરો જ. વિજયવિલાસ palace ને જુવો અને કૌશિક ના “મન્નત મહેલ” ને જુવો તો ઘણી સમાનતા જોવા મળે.
અને આ જુના concept ની વચ્ચે modern theatre નું planning તો ખરું જ.
મને વિચાર આવ્યો કે “ઘર કોને કહેવાય?” મિત્રો, તમે કોઈ દિવસ આ પ્રશ્ન નો જવાબ મેળવવા પ્રયત્ન કર્યો છે? ઘર એટલે શું કે જ્યાં તમે ચાર દીવાલો વચ્ચે રહી શકો? એ ચાર દીવાલો એક દસ્તાવેજ થી તમારા નામે બનેલી હોય અને એ ચાર દીવાલો નું કોઈ સરનામું હોય.જે સરનામે આધાર કાર્ડ કે pancard મળી શકે તેને તમે ઘર કહેશો ? .મારા જ એક મિત્ર ની વાત કરું તો તેના clinic પર જવું તો તેનો staff કાયમ complain કરે કે સાહેબ તમારા ભાઈબંધ ને કહો ને કે રાતે ૮ વાગ્યા પછી દર્દી ના હોય તો પણ clinic ૯.૩૦ -૧૦.૦૦ વાગ્યા સુધી ખૂલું રાખે છે. મિત્ર ને કારણ પૂછીએ તો એ નિખાલસ તા થી કહે કે “banker , ઘરે જવું એટલે એ જ કટ-કટ સંભાળવી પડશે, એટલે જ ઘરે મોડો જવું છું. ઘરે ખાલી સુવા જ જવાનું “ આવા કેટલાય ઉદાહરણ આપની આજુ-બાજુ માં મળશે ….આને ઘર તો ના જ કહેવાય.
એક-બે મારા અનુભવો કહું. આજ થી 16 વર્ષ પહેલા કૌશિક ના ત્યાં (માંડવી) જવાનું થયેલું. અને એજ અરસામાં ગોધરાકાંડ પછીના તોફાનો ફાટી નીકળ્યા. અમદાવાદ માં કોઈ vehicle પ્રવેશી શકે નહિ. લગભગ ૧૦-15 દિવસે અમદાવાદ પાછા આવવા મળેલું, ત્યાં સુધી કૌશીક-કિંજલ ને ત્યાં જ વણ નોતર્યા મહેમાન ની જેમ રહેલો,પણ મને કોઈ દિવસ ઘર ની ખોટ સાલેલી નહિ. આવું જ સત્ય અમારી જામનગર ની હોસ્ટેલ life નું છે , એ દીવાલો પણ અમારી નહતી પણ દરેક રૂમ માં જઈ ને સુખ-દુખ ની વાતો કરી લેતા. કોઈ મિત્ર મુસીબત માં મુકાયો હોય તો તેને ટેકો આપનાર ખભા ઢગલો મળી રહેતા. મને “ઘર કોને કહેવાય ?” એનો અર્થ કવિ શ્રી નિરંજન ભગત ની કવિતા માં મળ્યો જે 7 કે ૮ ધોરણ માં મારા ગુજરાતી ના પાઠ્યપુસ્તક માં વાંચેલી……
ઘર
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને
મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવી પડે
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી
ઉતારીને પગરખાં, ભાર-ટોપીનાય-માથેથી ઉતારીને,
અને આ હાથ બે પહોળા કરીને
‘હાશ’ કહો,
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સહેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે કહો શું તમારું ઘર નથી?
ને ઘર તમે કોને કહો છો?
નિરંજન ભગત
ઘર એ નથી કે જેની ચાર દીવાલો તમારા નામની હોય,જેનું address તમે કોઈને આપી શકો , કે ટપાલી તમને ત્યાં ટપાલ આપવા આવી શકે………પણ સાચું ઘર એ છે કે જ્યાં તમે જઈ ને તમને “હાંશ” ની અનુભૂતિ થાય , તમારા મન નો ભાર હળવો કરી શકો……..એટલે જ મારું ઘર તો ઘર છે જ પણ એ જામનગર ની હોસ્ટેલ નો રૂમ કે કૌશિક-કિંજલ નું ઘર એ મારું ઘર જ લાગે છે…..
માંડવી થી થોડેક દુર એક છારી-ચંદ(નખત્રાણા) કરીને પક્ષીઓ નું અભ્યારણ્ય આવેલું છે. આ પક્ષી ઓ ના ઘર ની પૂર્વી એ camera માં કંડારેલી અમુક તસ્વીરો …….
IT’S TIME TO SEE IN MIRROR & BUILD OUR TRUE HOME……….
Awsm writup mohalbhai. And nicely captured photographs. Keep blogging. Keep exploring.
LikeLike
Written as a Perfect writer, nice
LikeLike
Great! Expressions! Nice article! 👌
LikeLike
very well
LikeLike