મિત્રો, ઘણા વર્ષો પછી અમદાવાદ ની પોળ માં ઉત્તરાયણ કરવાનો મોકો મળ્યો. બાળપણ માં તો ઉત્તરાયણ પોળ માં જ ઉજવાતો પણ વચ્ચે વીસેક વર્ષ નો gap પડી ગયો. મારા જેવા ઉત્સવ પ્રિય જીવ ને તો મજા પડી ગયી. પોળ ની સાંકડી ગલીઓ, એક ધાબે થી બીજા ધાબે તો કુદી ને જ જવાય , પતરા ના ધાબા અને આ નાના ધાબા પર થી પણ ૭-૮ પતંગો તો ચગતી જ હોય.કોનો પતંગ કોની જોડે પેચ માં છે તે ખબર પડે તે પહેલા તો ફેંસલો આવી ગયો હોય. ખાલી પતંગ ચગાવવા નો જ ઉત્સાહ નહિ ,પણ પતંગ પકડવા નો પણ એટલો જ ઉત્સાહ. પવન હોય કે ના હોય , પોળ ના ધાબા પર ઉજવણી માં કોઈ ફરક પડે નહીં. પવન ના હોય તો audio system ની તાલ માં dance થાય અને પવન હોય તો પતંગો આકાશ માં dance કરે.(પોળ ની ઉત્તરાયણ live )તલ ની અને શીંગ ની ચીકી, બોર,જામફળ એનો તો supply ચાલુ જ હોય. ઉત્તરાયણ માં special ખીચડો અને ઊંધિયું ખાવા ની મજા જ પડે.
સાંજ પડે એટલે ઉત્તરાયણ ની રંગત ઔર જામે. આથમતા સુરજ ના પ્રકાશ માં પતંગ ચડાવવા ની મજા આવે.સૂરજ આથમતા જ તુક્કલ થી( તુક્કલ નો live experience) આકાશ ભરાઈ જાય. એમાં પણ તુક્કલ ની સાથે આતશબાજી જોવા ની મજા આવી ગયી. (આતશબાજી ઉત્તરાયણ ની રાત્રે) રાતે પછી dance party તો ધાબા પર ખરીજ.
પોળ એટલે અપની ભારતીય સંસ્કૃતિ નું પ્રતિક. ઘર ભલે નાના હોય પણ દિલ મોટા હોય. છેલ્લા ઘણા વખત થી જોવું છું તો ભારતીય ઉત્સવો પર જાત જાત ના નિયંત્રણો લાગે છે. ઉત્તરાયણ માં સવારે અને સાંજે ૨ કલાક પતંગ નહિ ચગાવવાનો , નવરાત્રી રાતે ૧૦ વાગ્યા સુધી જ , દિવાળી માં ફટાકડા નહિ ફોડવાના …….મને ખરેખર દુખ થાય છે. શું આપણે એટલા સહીષ્નું (TOLERANT) થઇ ગયા છીએ કે આપણી સંસ્કૃતિ નો આપને જ વિરોધ કરીશું ? જયારે આપણે આપણા તહેવારો માટે ગૌરવ કરીશું ત્યારે જ દુનિયા ને એનું મહત્વ સમજાશે.
સાચું કહું તો ઘણા વખત પછી ઉત્તરાયણ પતી એટલે અફસોસ થયો કે બહુ જ જલ્દી પતી ગઈ, થોડો સમય વધારે મળ્યો હોત તો સારું થાત. Thanks to my friend alay & anar bhatt.
પોળ ના ધાબા
ઉત્તરાયણ @ sunset
ઉત્તરાયણ @ night
તુક્કલો
dance party @ ધાબે
international kite festival @ sabarmati riverfront
SUNRISE AT RIVERFRONT